[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/

પ્રાઇવસી પોલિસી

અમલી: ફેબ્રુઆરી 26, 2024

Snap Inc. ની પ્રાઇવસી પોલિસી પર આપનું સ્વાગત છે. આ નીતિ સમજાવે છે કે અમે તમારો ડેટા કેવી રીતે એકત્રિત કરીએ છીએ અને કેવી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ અને તમે તમારી માહિતીને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો. અમારી પ્રાઇવસી પ્રથાઓ પર ઝડપી સારાંશ શોધી રહ્યાં છો? આ પૃષ્ઠ અથવા આ વીડિયો તપાસો. અને જો તમે વિશિષ્ટ પ્રોડક્ટ પ્રાઇવસી માહિતી શોધી રહ્યાં છો, ઉદાહરણ તરીકે, અમે તમારી ચેટ્સ અને Snaps પર કેવી રીતે પ્રક્રિયા કરીએ છીએ, અમારા પ્રાઇવસી બાય પ્રોડક્ટ પૃષ્ઠ પર એક નજર નાખો. આ દસ્તાવેજો ઉપરાંત, અમે એપ્લિકેશનમાં સૂચનાઓ પણ બતાવીએ છીએ જે તમને અમારી પ્રોડક્ટ અને સેવાઓ વિશે વધુ માહિતી પ્રદાન કરે છે.

Snap ખાતે પારદર્શિતા એ અમારા મુખ્ય મૂલ્યોમાંનું એક છે. અમે માનીએ છીએ કે અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના વિશે કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ — તેથી જ અમે તેના પર કેવી રીતે પ્રક્રિયા કરીએ છીએ તે અગાઉથી જણાવીએ છીએ. ઉદાહરણ તરીકે, તમને વધુ વ્યક્તિગત અનુભવ પ્રદાન કરવા, તમને સામગ્રી અને માહિતી બતાવવા સહિત જે તમારા અનુભવ સાથે સૌથી સુસંગત છે, તેમજ વધુ સંબંધિત જાહેરાતો માટે અમે તમારી માહિતી પર પ્રક્રિયા કરીએ છીએ. તમારી રુચિઓ અને પસંદગીઓને સમજવાથી અમને બહેતર પ્રોડક્ટ અનુભવ પ્રદાન કરવામાં મદદ મળે છે.

વધુમાં, અમે માનીએ છીએ કે વ્યક્તિગત અનુભવ તમારી પ્રાઇવસીના ભોગે આવવો જોઈએ નહીં. વાસ્તવિક જીવનની જેમ, એવી કેટલીક ક્ષણો છે જે તમે તમારા નજીકના મિત્રો સાથે ખાનગી રીતે શેર કરવા માંગો છો અને અન્ય કે જેને તમે સાર્વજનિક રૂપે શેર કરવા માંગો છો. તેથી જ પહેલા દિવસથી અમારી ફિલસૂફી આપોઆપ સામગ્રીને ડિલીટ કરવાની છે અને Snapchatters ને તેમની સામગ્રી સાથે શું થાય છે તે નક્કી કરવા દે તેવા સાધનો પ્રદાન કરીને નિયંત્રણ આપવાની છે, જેમ કે કોની સાથે શેર કરવું અથવા ક્યારે સાચવવું.

આ નીતિ અમારી Snapchat ઍપ તેમજ Bitmoji, Spectacles અને અમારી જાહેરાત અને વાણિજ્ય પહેલ જેવા અમારી અન્ય પ્રોડક્ટ, સેવાઓ અને સુવિધાઓને આવરી લે છે. જ્યારે તમે આ નીતિમાં "સેવાઓ" વાંચો છો, ત્યારે અમે તે બધી સેવાઓ વિશે વાત કરી રહ્યા છીએ. ઉપરાંત, જો તમે અમને અમારી "શરતો" નો સંદર્ભ લેતા જુઓ છો, તો અમારો અર્થ તમે અમારી સેવાઓ માટે સાઇન અપ કરો ત્યારે તમે સંમત થાઓ છો તે સેવાની શરતો છે. છેલ્લે, જો તમે "Snapchatter" શબ્દ જુઓ છો, તો અમે ઘણી વાર તેનો ઉપયોગ અમારી સેવાઓના કોઈપણ વપરાશકર્તા માટે લઘુલિપિ તરીકે કરીએ છીએ.

ચાલો તમારી માહિતી પર તમારી પાસેના નિયંત્રણો સાથે પ્રારંભ કરીએ:

તમારી માહિતી પર નિયંત્રણ

તમારી માહિતી અને સેટિંગ્સ પર નિયંત્રણ એ Snapchat અનુભવનો મુખ્ય ભાગ છે. અહીં, અમે તમને ઉપલબ્ધ હોય તેવા પ્રકારની સેટિંગ્સ, અમારા ડેટા ડાઉનલોડ ટૂલની લિંક વિશે વધુ વિગતો આપીએ છીએ અને ડેટા અથવા તમારું ખાતું કેવી રીતે ડિલીટ કરવું તે અંગેની સૂચનાઓ પ્રદાન કરીએ છીએ.

અમે ઇચ્છીએ છીએ કે તમારી માહિતી પર તમારું નિયંત્રણ હોય, તેથી અમે તમને શ્રેણીબદ્ધ ટૂલ્સ પ્રદાન કરીએ છીએ જેમાં આનો સમાવેશ થાય છે:

  • તમારી માહિતી ઍક્સેસ કરો અને અપડેટ કરો. તમે અમારી સેવાઓમાં જ મોટા ભાગની તમારી મૂળભૂત ખાતા માહિતીને ઍક્સેસ અને સંપાદિત કરી શકો છો. માત્ર તમારી સેટિંગ્સ પર નેવિગેટ કરો અને તમને તમારા માટે ઉપલબ્ધ વિકલ્પો જોવા મળશે.

  • તમારી માહિતી ડિલીટ કરો . જો તમે તમારું ખાતું ડિલીટ કરવા માંગતા હોવ, તો કેવી રીતે કરવું તે અહીં જાણો. તમે અમારી સેવાઓમાં પણ કેટલીક માહિતી ડિલીટ કરી શકો છો, જેમ કે તમે યાદોમાં સાચવેલી સામગ્રી, તમે My AI, સ્પૉટલાઇટ સબમિશન્સમાં શેર કરેલી સામગ્રી અને વધુ.

  • તમારી સામગ્રીને કોણ જોઈ શકે તે નિયંત્રિત કરો. અમે અનેક ટૂલ્સ બનાવ્યા છે જે તમને પસંદ કરવા દે છે કે તમે તમારી સામગ્રી કોની સાથે શેર કરો. કેટલાક કિસ્સાઓમાં તમે કદાચ તમારા મિત્રો સાથે સામગ્રી શેર કરવાનું પસંદ કરો અને અન્ય કેટલાક કિસ્સાઓમાં તમે કદાચ તેને લોકો સાથે શેર કરવાનું પસંદ કરો. વધુ જાણવા માટે, અંહી જાઓ.

  • તમારો કોણ સંપર્ક કરી શકે તે નિયંત્રિત કરો. Snapchat એ ઘનિષ્ઠ મિત્રો અને પરિવારજનો માટે છે, અને તેથી જ અમે એવા નિયંત્રણો બનાવ્યા છે જે તમને તમારો સંપર્ક કોણ કરી શકે તે નક્કી કરવામાં મદદ કરે. જો તમને વણજોઈતા સંચાર પ્રાપ્ત થતાં હોય, તો તમે હંમેશાં તે વ્યક્તિ સાથે સંપર્ક તોડી શકો છો અને તેમનો રિપોર્ટ કરી શકો છો. વધુ જાણવા માટે અહીં જાવ.

  • તમારી અનુમતિઓ બદલો. મોટા ભાગના કિસ્સાઓમાં, તમે કોઈપણ સમયે તમારી અનુમતિઓ બદલી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે મૈત્રી કેળવવાનું વધુ સરળ બનાવવા માટે તમારા ફોન સંપર્કોની ઍક્સેસ પ્રદાન કરી હોય, તો તમે તમારી સેટિંગ્સમાં તેને પછીથી બદલી શકો છો. અલબત્ત, જો તમે આવું કરશો, તો તમારી સંપર્ક સૂચિમાં મિત્રો શોધવા જેવી કેટલી સુવિધાઓ અને સેવાઓ કાર્ય કરશે નહીં.

  • પ્રચારાત્મક સંદેશાઓ નાપસંદ કરો. તમારી પાસે SMS અથવા અન્ય મેસેજીંગ પ્લેટફોર્મ્સ દ્વારા મોકલવામાં આવતા પ્રચારાત્મક ઇમેઇલ્સ અને સંદેશાઓને નાપસંદ કરવાનો અથવા અનસબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ છે. આમ કરવા માટે, બસ સંદેશમાંની અનસબ્સ્ક્રાઇબ કરો લિંક અથવા તેના જેવી કાર્યક્ષમતા જેવી સૂચનાઓને અનુસરો.

  • તમારો ડેટા ડાઉનલોડ કરો. તમે Snapchatમાં પોર્ટેબલ સ્વરૂપમાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતીની કૉપિ મેળવવા માટે અમારા મારો ડેટા ડાઉનલોડ કરો ટૂલનો ઉપયોગ કરી શકો છો, જેથી તમે તેને તમે જ્યાં પણ ઇચ્છો ત્યાં ખસેડી શકો અથવા સંગ્રહિત કરી શકો.

  • પ્રોસેસિંગ સામે વિરોધ. તમે ક્યાં રહો છો તેના અને ચોક્કસ પ્રકારનો ડેટા જેની પર અમે પ્રક્રિયા કરીએ છીએ તેના આધારે, તમારી પાસે તે માહિતી પર અમે જે પ્રક્રિયા કરીએ તેની સામે વાંધો ઉઠાવવાનો અધિકાર હોઈ શકે છે. આ થોડું ટેકનિકલ બની જાય છે, તેથી અમે તેને અંહી વિગતવાર સમજાવ્યું છે.

  • જાહેરાતની પસંદગીઓ સેટ કરો. અમે તમને એવી જાહેરાતો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જે અમને લાગે છે કે તમારી સાથે સંબંધિત હોઈ શકશે, પરંતુ જો તમે ઓછો વ્યક્તિગત કરેલ અનુભવ ઇચ્છતા હોવ, તો તમે Snapchat ઍપમાં તમારી જાહેરાત સેટિંગ્સ બદલી શકો છો. વધુ અહીં જાણો.

  • ટ્રેકીંગ. જો તમે iOS 14.5 કે ત્યારપછીના સંસ્કરણો સાથે iPhoneનો ઉપયોગ કરતા હશો, તો કેટલીક ચોક્કસ આવશ્યકતાઓ લાગુ પડે છે, જેને અમે અંહી નિર્દિષ્ટ કરી છે.

અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ

આ વિભાગમાં તમને અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ તેના વિશેની વિગતો પ્રદાન કરવામાં આવી છે. અમે આને થોડી શ્રેણીઓમાં આયોજીત કરી છે: તમે અમને પ્રદાન કરો છો તે માહિતી, અમે અમારી સેવાઓના તમારા ઉપયોગના આધારે અમે જનરેટ કરીએ છીએ તે માહિતી અને અમને અન્ય લોકો તરફથી પ્રાપ્ત થતી માહિતી. કેટલીકવાર, અમે તમારી અનુમતિ સાથે વધારાની માહિતી પણ એકત્રિત કરી શકીએ છીએ.

જ્યારે તમે Snapchat જેવી અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમે અમને જે માહિતી પ્રદાન કરો છો તે માહિતી એકત્રિત કરીએ છીએ, જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતી જનરેટ કરીએ છીએ અને કેટલાક કિસ્સાઓમાં અમને અન્ય લોકો તરફથી માહિતી પ્રાપ્ત થાય છે. ચાલો આપણે આને વધુ વિગતવાર વિભાજિત કરીએ.

તમે પ્રદાન કરો તે માહિતી

અમારી ઘણી સેવાઓ માટે તમારે ખાતું સેટ અપ કરવું આવશ્યક છે. આમ કરવા માટે, અમે તમને અમને ખાતાની વિગતો પ્રદાન કરવાનું જણાવીએ છીએ (તમારા વિશેની માહિતી, જેમ કે નામ, ઉપયોગકર્તાનામ, ઇમેઇલ સરનામું, જન્મતારીખ અને ફોન નંબર). જ્યારે તમે તમારી પ્રોફાઇલ સેટ અપ કરશો, ત્યારે તમે અમને પ્રોફાઇલની વિગતો પણ પ્રદાન કરશો (જેમ કે, તમારી Bitmoji અને પ્રોફાઇલ ચિત્ર). જો તમે કંઈક ખરીદવા માટે, જેમ કે પેલા સ્નિકર્સ, અમારા વાણિજ્યિક ઉત્પાદનોનો ઉપયોગ કરશો, તો અમે તમારી પાસેથી ચૂકવણી અને સંબંધિત વિગતો માંગીશું (જેમ કે, તમારું ભૌતિક સરનામું, જેથી અમે તમને ઉત્પાદન મોકલી શકીએ, ચૂકવણીની માહિતી, જેથી અમે ચૂકવણી પર પ્રક્રિયા કરી શકીએ અને ટ્રાન્ઝેક્શન ઇતિહાસ).

અલબત્ત, તમે અમને એવી માહિતી પણ પ્રદાન કરશો જે તમે અમારી સેવાઓ દ્વારા મોકલો છો અથવા તેમાં સાચવો છો. અમે આમાંની કેટલીક માહિતીને ગોપનીય સામગ્રી અને સંચાર ગણીએ છીએ (જેમ કે, મિત્રો સાથે Snaps અને ચૅટ્સ, મિત્રો પર સેટ કરેલી મારી સ્ટોરી, ખાનગી સ્ટોરીઝ, વૉઇસ અને વિડિયો કૉલ્સ અને ખાલી મારા પૂરતુંમાં સાચવેલી સામગ્રી). બીજી બાજુ, અમારી સેવાઓ દ્વારા તમે મોકલો તેમાંની અથવા તેમાં તમે સાચવો તેમાંની કેટલીક માહિતી સાર્વજનિક સામગ્રી હોઈ શકે છે જે દરેક જણને ઍક્સેસિબલ હોય (જેમ કે, સાર્વજનિક સ્ટોરીની સામગ્રી, જેમાં દરેક જણ પર સેટ કરેલી મારી સ્ટોરીનો સમાવેશ પણ થાય છે, શેર કરેલી સ્ટોરીઝ અને સમુદાયની સ્ટોરીઝ, સ્પૉટલાઇટ અથવા Snap Map સબમિશન્સ તથા સાર્વજનિક પ્રોફાઇલ સંબંધિત માહિતી). ધ્યાનમાં રાખો કે તમારી Snaps, ચૅટ્સ અને કોઈપણ અન્ય સામગ્રી જોનારા Snapchatters હંમેશાં તે સામગ્રીનો સ્ક્રિનશૉટ લઈ શકે છે, તેને સાચવી શકે છે અથવા તેને Snapchat ઍપની બહાર કૉપી કરી શકે છે. તેથી તમે ન ઇચ્છતા હોવ કે કોઈ વ્યક્તિ તમારા સંદેશા કે સામગ્રી ન સાચવે અથવા શેર કરે, તો કૃપા કરીને તેવા સંદેશા કે સામગ્રી મોકલશો કે શેર કરશો નહીં.

છેલ્લે, જ્યારે તમે મદદ કરો નો સંપર્ક કરશો (મદદ કરો સાથે શેર કરવામાં આવેલી સામગ્રી અને સંચાર) અથવા અમારી સુરક્ષા ટીમનો સંપર્ક કરશો અથવા અન્ય કોઈપણ રીતે અમારી સાથે વાતચીત કરશો, જેમાં સંશોધન પ્રયાસો દ્વારા સંપર્ક કરવાનો પણ સમાવેશ થાય છે (જેમ કે સર્વેક્ષણો, ઉપભોક્તા પેનલ અથવા અન્ય સંશોધનલક્ષી પ્રશ્નોના જવાબો), ત્યારે અમે તમે જે કોઈપણ માહિતી પ્રદાન કરશો તે અથવા અમારે તમારા પ્રશ્નને ઉકેલવા માટે જરૂરી હોય તે માહિતી એકત્રિત કરીશું.

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમારા દ્વારા જનરેટ કરવામાં આવતી માહિતી

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે અમે તમે આમાંની કઈ સેવાઓનો ઉપયોગ કર્યો છે અને તમે તેનો કેવી રીતે ઉપયોગ કર્યો છે તે અંગેની માહિતી એકત્રિત કરીએ છીએ. આમ કરવાથી અમને અમારો સમુદાય અમારી સેવાઓનો કેવી રીતે ઉપયોગ કરે છે તે સારી રીતે સમજવામાં મદદ મળે છે, જેથી અમે સુધારાઓ કરી શકીએ.

આમાં ઉપયોગ સંબંધી માહિતી (તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છે તે અંગેની માહિતી — ઉદાહરણ તરીકે, તમે કયા લેન્સીસ જુઓ છો અને લાગુ કરો છો, તમે જુઓ તે સ્ટોરીઝ અને કેટલીવાર તમે અન્ય Snapchatters સાથે સંચાર કરો છો) અને સામગ્રી સંબંધી માહિતી (તમે બનાવો છો અથવા પ્રદાન કરો છો તે સામગ્રી સંબંધિત માહિતી, કૅમેરા અને ક્રિએટીવ ટૂલ્સ સાથેનું તમારું જોડણ, My AI સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા અને મેટાડેટા — ઉદાહરણ તરીકે, સામગ્રી વિશેની જ માહિતી જેમ કે તે પોસ્ટ કરવામાં આવી તે તારીખ અને સમય અને તેને કોણે જોઈ)નો સમાવેશ થાય છે. સામગ્રી સંબંધિત માહિતી માં ઇમેજ, વિડિયો અથવા ઑડિયોની સામગ્રી આધારિત માહિતીનો સમાવેશ થાય છે — તેથી જો તમે બાસ્કેટ બૉલ ગેમની સ્પૉટલાઇટ પોસ્ટ કરશો, તો અમે તે માહિતીનો ઉપયોગ તમને બાસ્કેટ બૉલ વિશેની સ્પૉટલાઇટ અંગેની વધુ સામગ્રી બતાવવા માટે કરી શકીએ છીએ.

આમાં ડિવાઇસ સંબંધિત માહિતી નો પણ સમાવેશ થાય છે (જેમ કે, તમારા હાર્ડવેર અને સૉફ્ટવેર, ઑપરેટીંગ સિસ્ટમ્સ, ડિવાઇસ મેમરી, જાહેરાત ઓળખકર્તાઓ, ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન્સ, બ્રાઉઝરનો પ્રકાર, તમારા ડિવાઇસની ગતિનું માપન કરતા ડિવાઇસ સેન્સર્સની માહિતી અથવા કમ્પાસીસ અને માઇક્રોફોન્સ, જેમાં તમે હેડફોન્સ કનેક્ટ કરેલા છે કે કેમ તેના વિશેની માહિતી તથા તમારા વાયરલેસ અને મોબાઇલ કનેક્શન્સ વિશેની માહિતીનો સમાવેશ થાય છે), સ્થાન સંબંધિત માહિતી (IP સરનામું), કૂકીઝ અને તેના જેવી ટેકનોલોજી દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી, તમારી સેટિંગ્સના આધારે, (કૂકીઝ, વેબ બિકન્સ (ઉપયોગકર્તાની પ્રવૃત્તિને ઓળખી કાઢે તેવો નાનો ગ્રાફિક ડેટા, જેમ કે ઉપયોગકર્તાએ વેબસાઇટની મુલાકાત લીધી છે કે કેમ અને કેટલીવાર), વેબ સ્ટોરેજ, અનન્ય જાહેરાત ઓળખકર્તાઓ) અને લૉગ માહિતી (જેમ કે તમે અમારી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો છે, ઍક્સેસ સમય, જોયેલ પેજીસ, IP સરનામું અને અનન્ય ઓળખકર્તાઓ જેમ કે કૂકીઝ વિશેની વિગતો).

જો તમે સ્પષ્ટપણે ડિવાઇસ-સ્તરની અનુમતિઓ આપી હશે, તો ડિવાઇસ સંબંધિત માહિતી માં ડિવાઇસની ફોનબુક (સંપર્કો અને સંબંધિત માહિતી), ઇમેજીસ અને તમારા ડિવાઇસના કૅમેરા, ફોટા અને માઇક્રોફોન માંથી અન્ય માહિતી (જેમ કે ફોટા, વિડિયોઝ લેવાની, સંગ્રહિત કરેલા ફોટા, વિડિયોઝ જેવાની અને વિડિયો રેકોર્ડ કરતી વખતે ઑડિયો રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનને ઍક્સેસ કરવાની ક્ષમતા) અને સ્થાન સંબંધિત માહિતી (GPS સિગ્નલ્સ જેવી પદ્ધતિ દ્વારા ચોક્કસ સ્થાન) વિશેની માહિતીનો સમાવેશ પણ થઈ શકે છે.

અન્ય લોકો તરફથી અમને પ્રાપ્ત થતો ડેટા

અમે એકત્રિત કરીએ છીએ તેવો છેલ્લી શ્રેણીનો ડેટા એ તમારા વિશેની અમને અન્ય લોકો તરફથી પ્રાપ્ત થતી માહિતી છે, જેમ કે અન્ય ઉપયોગકર્તાઓ, અમારા સહયોગીઓ અને તૃતીય પક્ષો. આમાં લિંક કરેલ તૃતીય-પક્ષ સેવા ડેટા (જ્યારે તમે તમારા Snapchat ખાતાને અન્ય સેવા સાથે લિંક કરો છો ત્યારે અમને મળતી માહિતી), જાહેરાતકર્તાઓનો ડેટા (જાહેરાતોનું પર્ફોર્મન્સ માપવા માટે અથવા લક્ષ્યાંકિત કરવામાં મદદ મેળવવા માટે જાહેરાતકર્તાઓ, એપ્લિકેશન ડેવલપર્સ, પ્રકાશકો અને અન્ય તૃતીય પક્ષો તરફથી પ્રાપ્ત થતી માહિતી), અન્ય Snapchatters અથવા તૃતીય પક્ષો તરફથી સંપર્ક માહિતી (જો કોઈ અન્ય Snapchatter તેમની સંપર્ક યાદી અપલોડ કરે જેમાં તમારી માહિતી સામેલ હોય, તો અમે અમારી પાસે તમારા વિશેની જે અન્ય માહિતી હોય તેની સાથે તેને સંયોજિત કરી શકીએ છીએ જેથી અમે સારી રીતે સમજી શકીએ કે તમે કોની સાથે વાતચીત કરવા માંગો છો. અથવા, જો તમે અમને તમારી સંપર્ક માહિતી પ્રદાન કરો, તો અમે તેનો ઉપયોગ અમે તમારી સાથે અન્ય રીતે વાતચીત કરી શકીએ કે કેમ તે નિર્ધારિત કરવા માટે કરી શકીએ છીએ, જેમ કે SMS, ઇમેઇલ અથવા અન્ય મેસેજીંગ સેવાઓ) અને અમારી શરતોના સંભવિત ઉલ્લંઘનો અંગેનો ડેટા (અમને તૃતીય પક્ષો તરફથી અમારી સેવાની શરતો તથા સમુદાય માટેના દિશાનિર્દેશોનું સંભવિતપણે ઉલ્લંઘન કરનારા લોકો વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જેમાં વેબસાઇટ પ્રકાશકો, સામાજિક નેટવર્ક પ્રદાતાઓ, કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ અને અન્ય લોકો સામેલ છે) વગેરેનો પણ સમાવેશ થાય છે.

તમારી અનુમતિ સાથે અન્ય માહિતી

ઉપરાંત, એવું પણ કેટલીકવાર બની શકે છે કે જ્યારે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો, ત્યારે અમે વધારાની માહિતી એકત્રિત કરવા માટે તમારી અનુમતિ માંગીએ. ઉદાહરણ તરીકે, તમારા ડિવાઇસના કૅમેરાને અથવા સંપર્ક સૂચિને ઍક્સેસ કરતાં પહેલાં.

અમે માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

આ વિભાગ અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેનો અમે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે સમજાવે છે. અન્ય બાબતો ઉપરાંત, અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેનો ઉપયોગ અમે તમને વ્યક્તિગત કરાયેલા એવા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે કરીએ છીએ જેને બનાવવા માટે અને બહેતર બનાવવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. નીચે, અમે જે હેતુઓ માટે માહિતીનો ઉપયોગ કરીએ છીએ તે દરેક હેતુઓને અમે વિગતવાર સમજાવ્યા છે. જો તમે અમે ડેટાને જે હેતુઓ માટે એકત્રિત કરીએ છીએ તે દરેક હેતુ સાથે ડેટાનું મૅપિંગ જોવા ઇચ્છતા હોવ, તો અમારી પાસે અંહી એક કોષ્ટક છે.

વસ્તુઓને વ્યવસ્થિત અને ચાલુ રાખવી (એટલે કે, અમારી સેવાઓને ઑપરેટ કરવી, વિતરિત કરવી અને તેની જાળવણી કરવી)

અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ જે માહિતીનો અમે ઉપયોગ અમે અમારી સેવાઓ ઑપરેટ કરવા માટે, વિતરિત કરવા માટે અને તેની જાળવણી કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે મિત્રને મોકલવા માંગતા હોવ તે Snap વિતરિત કરીને અથવા જો તમે Snap Map પર તમારું સ્થાન શેર કરો, તો તમને તમારી આડોશપાડોશમાં ગમે તેવા સ્થળો, Map પર અન્ય લોકોએ પોસ્ટ કરેલ સામગ્રી જેવા સૂચનો બતાવવા માટે અથવા જો તમારા મિત્રો તમારી સાથે તેમના સ્થાન શેર કરી રહ્યાં હોય, તો તમારા મિત્રો બતાવવા માટે. અમે અમારા ઉત્પાદનોને અપ ટુ ડેટ રાખવામાં મદદ કરવા માટે તમારી કેટલીક માહિતીનો ઉપયોગ પણ કરીએ છીએ, ઉદાહરણ તરીકે અમારી સેવાઓ નવીનતમ ઑપરેટીંગ સિસ્ટમ્સ અને ડિવાઇસેસ સાથે કામ કરે તે સુનિશ્ચિત કરવા માટે.

તમારા અનુભવને વ્યક્તિગત કરો અને સંદર્ભ આપો

અમે Snapchattersને વ્યક્તિગત કરેલી સેવાઓ ઑફર કરીએ છીએ. આવું કરવાની અમારી એક રીત એ છે કે અમે તમને તમારી સાથે સંબંધિત હોય તેવી અથવા તમે અમારી સાથે શેર કરો છો તે માહિતીના આધારે અમને લાગતું હોય કે તમને આનંદ આવશે તેવી સામગ્રી બતાવીએ છીએ. આવું કરવા માટે, અમે તમારા Snapchat અનુભવમાં સંદર્ભ ઉમેરવા માટે વિભિન્ન સેવાઓમાં તમારા વિશેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે સામગ્રી, તમારા સ્થાન અથવા દિવસના સમયના આધારે સામગ્રીને લેબલ સાથે સ્વયંચાલિત રૂપે ટૅગ કરીએ છીએ. તેથી, જો ફોટામાં કૂતરો હોય, તો તેને શબ્દ "કૂતરો," દ્વારા શોધી શકાય છે, જ્યાં તમે યાદો બનાવી હોય ત્યાં નકશા પર અમને બતાવો અને અમને જણાવો કે તમે કૂતરાની શોધમાં છો, જેથી અમે સ્પૉટલાઇટ જેવી અમારી સેવાઓના અન્ય ભાગોમાં તમને ફન ડોગ વિડિયોઝ અને ડોગ ફૂડની જાહેરાતો બતાવી શકીએ.

વૈયક્તિકરણ મિત્રો સૂચવવામાં અથવા તમે જેમની સાથે સૌથી વધુ Snap કરતા હોવ તેના આધારે Snap મોકલવા માટે નવા મિત્રોની ભલામણ કરવામાં પણ મદદ કરી શકે છે. અમે AIનો ઉપયોગ કરીને મિત્રો સાથે શેર કરવા માટે Snap Map પર ભલામણ કરેલા સ્થળો બતાવી શકીએ છીએ, સ્ટિકર્સ જનરેટ કરી શકીએ છીએ અથવા Snaps અને અન્ય સામગ્રી પણ જનરેટ કરી શકીએ છીએ, તમારી સામગ્રી અથવા પ્રવૃત્તિના આધારે તમારી રૂચિઓ વિશે અનુમાન લગાવી શકીએ છીએ અથવા જાહેરાતો સહિત અમે તમને જે સામગ્રી બતાવીએ છીએ તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે સ્પૉટલાઇટ પર બરિસ્તા સામગ્રી જોઈ રહ્યાં હોવ, તો મારું AI સાથે તમારા મનપસંદ એસ્પ્રેસો મશીને વિશે વાત કરો અથવા તમારી યાદોમાં અનેકવિધ કૉફી સંબંધિત Snaps સાચવો, જ્યારે તમે કોઈ નવા શહેરની મુલાકાત લો, ત્યારે અમે Snap Map પર કૉફી શૉપ્સ હાઇલાઇટ કરી શકીએ છીએ અથવા તમને રસપ્રદ કે સંબંધિત જણાય તેવી કૉફી વિશેની સામગ્રી તમને બતાવી શકીએ છીએ. અથવા, જો તમે ઘણા બધા સંગીત સ્થળો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા હોવ, તો અમે તેનો ઉપયોગ તમને શહેરના આગામી શૉઝ માટેની જાહેરાતો બતાવવા માટે કરી શકીએ છીએ. વૈયક્ત્તિકરણમાં તમારા મિત્રો શું કરી રહ્યાં છે તેના આધારે તમારા અનુભવને અનુકૂળ બનાવવાનો પણ સમાવેશ થાય છે, જેમાં તમારા મિત્રો સ્પૉટલાઇટ પર જે સામગ્રી બનાવતા હોય, પસંદ કરતા હોય અથવા જેનો આનંદ માણતા હોય તે સામગ્રી બતાવવાનો અથવા તમારા મિત્રોમાં લોકપ્રિય હોય તેવા સ્થળોની ભલામણો બતાવવાનો સમાવેશ પણ થાય છે.

અમારો ધ્યેય તમારી સાથે વધુ સંબંધિત હોય અને તમને રૂચિ હોય તેવી સામગ્રી તમને સતત પ્રદાન કરતા રહેવાનો છે.

ઉદાહરણ તરીકે, જો તમે ઘણી બધી સ્પોર્ટ્સ સામગ્રી જોતાં હોવ,પરંતુ વાળ અને મેઇક-અપ ટિપ્સ સાથેની સામગ્રીને છોડી દેતા હોવ, તો અમારા ભલામણ અલ્ગોરીધમ્સ સ્પોર્ટ્સને વધુ પ્રાધાન્ય આપશે, પરંતુ તે મેઇક-અપ ટિપ્સને નહીં. અમે Snapchatter પ્રાથમિકતાઓને કેવી રીતે સમજીએ છીએ અને સામગ્રીને કેવી રીતે રેન્ક આપીએ છીએ અને મોડરેટ કરીએ છીએ તેના વિશે તમે અંહી વધુ જાણી શકો છો.

અમે માનીએ છીએ કે અમારા Snapchattersની પ્રાઇવસીની અપેક્ષાઓ સાથે વૈયક્તિકરણના લાભોને સંતુલિત કરવા એ પણ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, અમે Snapમાંની સામગ્રીના આધારે (દા. ત., Snapમાં કૂતરો હોય) તમે યાદોમાં જે Snaps સાચવો તેમને સ્વયંચાલિત રૂપે ટૅગ કરી શકીએ છીએ અને પછી તે ટૅગનો ઉપયોગ તમારા અનુભવને વ્યક્તિગત બનાવવામાં, ભલામણો કરવામાં અથવા તમને જાહેરાતો બતાવવામાં કરી શકીએ છીએ (જેમ કે તમને કૂતરાઓ ધરાવતી સ્પૉટલાઇટ Snaps બતાવવી). તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે, ભલામણો કરવા માટે અથવા તમને જાહેરાતો બતાવવા માટે, અમે તમે તમારા મિત્રોને મોકલો તે ખાનગી સામગ્રી અને સંચારોનો ઉપયોગ કરતા નથી.

સંબંધિત જાહેરાતો પ્રદાન કરવી

વ્યક્તિગત કરેલી સેવા પ્રદાન કરવાની અમારી અન્ય એક રીત અમારા દ્વારા બતાવવામાં આવતી જાહેરાતો છે. લક્ષ્યો વ્યક્તિગત કરવા માટે અને જાહેરાતોનું માપન કરવા માટે, અમે અમારા દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતીમાંથી તમારી રૂચિઓ અને પસંદગીઓનો ઉપયોગ કરીએ છીએ. અમે માનીએ છીએ કે જાહેરાતો જ્યારે સંબંધિત હોય છે ત્યારે તેઓ શ્રેષ્ઠ હોય છે. તેથી જ અમે યોગ્ય જાહેરાતો પસંદ કરવાનો અને તમને યોગ્ય સમયે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે વિડિયો ગેમ્સ માટેની જાહેરાતો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી હોય, તો અમે અનુમાન લગાવીએ છીએ કે તમને વિડિયો ગેમ્સ ગમે છે અને તમને એ પ્રકારની જાહેરાતો બતાવીએ છીએ, પરંતુ તમને ફક્ત તે જ જાહેરાતો જોવા મળશે નહીં. અમારી સામગ્રી વ્યૂહરચનાની જેમ, અમે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે તમને વિવિધ પ્રકારની જાહેરાતો પ્રાપ્ત થાય. અમે તમને જેમાં કદાચ રસ ન પડે તેવી જાહેરાતો બતાવવાનું ટાળવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ ટિકીટીંગ સાઇટ અમને એમ જણાવે કે તમે અગાઉ મૂવી માટે ટિકીટો ખરીદી લીધી છે — તો અમે તમને તેના માટેની જાહેરાતો બતાવવાનું બંધ કરી શકીએ છીએ. તમે વિવિધ પ્રકારની જાહેરાતો અને તમને કઈ જાહેરાતો પ્રાપ્ત થાય તે અંગેની તમારી પસંદગીઓ વિશે અંહી જાણી શકો છો.

જાહેરાતના હેતુઓ માટે, અમે તમારી માહિતી કેવી રીતે એકત્રિત કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ અને શેર કરીએ છીએ તેના વિશે તમે અંહી વધુ જાણી શકો છો.

આના વિશે નોંધ કુકીઝ અને અન્ય ટેકનોલોજીસ દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી: જ્યારે તમે અમારા કોઈ પાર્ટનર મારફતે અમે ઑફર કરતા હોઈએ તેવી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, ત્યારે અમે માહિતી એકત્રિત કરવા માટે આ ટેકનોલોજીસનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમને વધુ સંબંધિત જાહેરાતો બતાવવા માટે જાહેરાતકર્તાની વેબસાઇટ પર એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટા ભાગના વેબ બ્રાઉઝરને આપોઆપ કૂકીઝ સ્વીકારવા માટે સેટ કરવામાં આવ્યા હોય છે. જો તમે ઇચ્છો તો, તમે સામાન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસના સેટિંગ્સ મારફતે બ્રાઉઝર કૂકીઝને કાઢી શકો છો અથવા નકારી શકો છો. જોકે, એ ધ્યાનમાં રાખો કે કૂકીઝને દૂર કરવાથી અથવા નકારવાથી અમારી સેવાઓની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. અમે અને આમારા સહયોગીઓ અમારી સેવાઓ અને તમારી પસંદગીઓ પર કૂકીઝનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અમારી કૂકી પોલિસી તપાસો.

સુવિધાઓ, અલ્ગોરિધમ્સ અને મશીન લર્નિંગ મૉડલ્સ વિકસાવવા અને બહેતર બનાવવા

અમારી ટીમ્સ સુવિધાઓને અને અમારી સેવાઓને બહેતર બનાવવા માટેના નવા સૂચનો સાથે હંમેશાં તૈયાર હોય છે. આમ કરવા માટે, અમે અલ્ગોરીધમ્સ અને મશીન લર્નિંગ મૉડલ્સ (અલ્ગોરીધમની અભિવ્યક્તિ જે પેટર્ન્સ શોધવા માટે અથવા અનુમાનો કરવા માટે નોંધપાત્ર જથ્થામાં ડેટા પર પ્રક્રિયા કરે છે) વિકસિત કરીએ છીએ અને તેમાં સુધારા કરીએ છીએ જે અમારી સુવિધાઓ અને સેવાઓને કાર્યરત રાખે છે જેમાં જનરેટિવ AI સુવિધાઓ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે જનરેટિવ મૉડલ્સનો ઉપયોગ કરીને ટેક્સ્ટ, ઇમેજીસ અથવા અન્ય મિડિયા જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. જનરેટિવ AI મૉડલ્સ તેના ઇનપુટ ટ્રેનિંગ ડેટાની પેટર્ન્સ અને સ્ટ્રક્ચર્સ વિશે જાણકારી મેળવે છે અને પછી તેના જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતો નવો ડેટા જનરેટ કરે છે). અમે વૈયક્તિકરણ, જાહેરાતો, સુરક્ષા અને સલામતી, યોગ્યતા અને સમાવેશન, ઑગમેન્ટેડ રીઆલિટી માટે અને દુરુપયોગ કે સેવાની શરતોના અન્ય ઉલ્લંઘનોને અટકાવવા માટે, અમે અલ્ગોરીધમ્સ અને મશીન લર્નિંગ મૉડલ્સનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારા અલ્ગોરીધમ્સ અને મશીન લર્નિંગ મૉડલ્સ દ્વારા Snapchatters દ્વારા My AI સાથે કરવામાં આવતી વાતચીતોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી કરીને My AIના પ્રતિસાદોને બહેતર બનાવી શકાય.

તમારી માહિતી અમને એ બાબત નક્કી કરવામાં મદદ કરી શકે છે કે અમારે કયા પ્રકારના સુધારાઓ કરવા જોઈએ, પરંતુ અમે હંમેશાં પ્રાઇવસી પર ફોકસ કરીએ છીએ — અને અમે અમારી સુવિધાઓ અને મૉડલ્સને વિકસિત કરવા માટે તમારી જરૂરી હોય તેના કરતા વધુ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવા માંગતા નથી.

વિશ્લેષણ

શું બનાવવું અથવા અમારી સેવાઓને કેવી રીતે બહેતર બનાવવી તે સમજવા માટે, અમારે અમારી સુવિધાઓના ટ્રેન્ડ અને માંગને સમજવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, અમારે સુવિધાના ભાગોમાં, જેમ કે ગ્રુપનું મહત્તમ કદ, ફેરફાર કરવો જોઈએ કે નહીં તે નક્કી કરવામાં મદદ મેળવવા માટે, અમે ગ્રુપ ચૅટના ઉપયોગ વિશેના મેટાડેટા અને ટ્રેન્ડને મૉનિટર કરીએ છીએ. Snapchattersના ડેટાનો અભ્યાસ કરવાથી અમને લોકો જે રીતે સેવાઓનો ઉપયોગ કરતા હોય તે ટ્રેન્ડ્સ જોવામાં મદદ મળી શકે છે. આમ કરવાથી અમને Snapchatને મોટા પાયા પર સુધારવા માટેની પ્રેરણા મળી શકે છે. અમે ટ્રેન્ડ્સ અને ઉપયોગને ઓળખવા માટે, મૉનિટર કરવા માટે અને તેનું વિશ્લેષણ કરવા માટે વિશ્લેષણ હાથ ધરીએ છીએ. આ માહિતીના આધારે, અમે અન્ય બાબતો ઉપરાંત, માંગને સમજવામાં મદદ મેળવવા માટે અમારા ઉપયોગકર્તાઓ વિશેની માહિતી બનાવીશું.

સંશોધન

અમે ઉપભોક્તાઓના સામાન્ય હિતો, ટ્રેન્ડ્સ અને અમારા સમુદાયમાં તમારા દ્વારા અને અન્ય લોકો દ્વારા અમારી સેવાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેને બહેતર રીતે સમજવા માટે સંશોધન હાથ ધરીએ છીએ. વિશ્લેષણ (ઉપર વર્ણવ્યા પ્રમાણેનું) સહિતની આ માહિતી, અમને અમારા સમુદાય વિશે અને અમારા સમુદાયમાંના લોકોના જીવન સાથે અમારી સેવાઓ કેવી રીતે બંધબેસે છે તેના વિશે વધુ સમજવામાં મદદ કરે છે. અમે નવી ટેકનિક્સ અને ટેકનોલોજી વિકસાવવા માટે સંશોધન અને વિકાસ સાથે પણ સંકળાયેલા છીએ (દા.ત., નવા મશીન લર્નિંગ મૉડલ્સ અથવા હાર્ડવેર, જેમ કે Spectacles). અમારા સંશોધનના પરિણામોનો કેટલીકવાર Snapchat પરની સુવિધાઓમાં ઉપયોગ કરવામાં આવે છે અને અમે કેટલીકવાર એકંદર વર્તણૂક અને ઉપભોક્તા ટ્રેન્ડ જેવી વસ્તુઓ વિશે પેપર્સ પ્રકાશિત કરીએ છીએ (જેમાં ફક્ત અમારા સમગ્ર ઉપયોગકર્તાઓનો એકંદર ડેટા જ હશે અને તેમાં તમારા વિશેની કોઈ ચોક્કસ માહિતીનો સમાવેશ થશે નહીં).

અમારી સેવાઓની સુરક્ષા અને સલામતીને ઉન્નત બનાવવી

અમે અમારી સેવાઓની સુરક્ષા અને સલામતીને ઉન્નત બનાવવા, Snapchatter ઓળખ ચકાસવા અને કપટ અથવા અન્ય અનધિકૃત કે ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે તમારી માહિતીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારા ખાતાની સુરક્ષા કરવામાં મદદ કરવા માટે બીજી વારની ખાતરી પ્રદાન કરીએ છીએ અને જો અમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તમને ઇમેઇલ અથવા ટેક્સ્ટ સંદેશાઓ મોકલી શકીએ છીએ. અમે Snapchat પર મોકલેલા યુઆરએલની પણ ઝીણવટપૂર્વક તપાસ કરીએ છીએ, જેથી તે વેબપેજ સંભવિત રીતે હાનિકારક છે કે નહીં તે જાણી શકાય અને તમને તેના વિશે ચેતવણી આપી શકીએ.

તમારો સંપર્ક કરવો

કેટલીકવાર, અમે નવી અને રોમાંચક સુવિધાઓનો પ્રચાર કરવા માટે તમારો સંપર્ક કરીશું. આમાં જ્યાં અનુમતિ હોય ત્યાં, Snapchat, ઇમેઇલ, SMS અથવા અન્ય મેસેજીંગ પ્લેટફોર્મ્સ દ્વારા Snapchattersને સંચારો મોકલવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, અમને એવું લાગે કે અમારા ઉત્પાદનો, સેવાઓ અને પ્રમોશનલ ઑફર્સ તમને રસ પડે તેવા છે તો અમે તેમના વિશેની માહિતી તમારી સાથે શેર કરવા માટે Snapchat ઍપ, ઇમેઇલ, SMS અથવા અન્ય મેસેજીંગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકીએ છીએ.

અન્ય કેટલીકવાર, અમારે તમને માહિતી, ચેતવણી પ્રદાન કરવા માટે કે અમારા ઉપયોગકર્તાઓની વિનંતી પર સંદેશાઓ મોકલવા માટે તમારી સાથે વાતચીત કરવાની જરૂર પડે છે. આમાં ખાતાની સ્થિતિ અંગેના અપડેટ્સ, સુરક્ષા ચેતવણીઓ અને ચૅટ અથવા મૈત્રીના રિમાઇન્ડર્સ વિતરિત કરવા માટે, જ્યાં અનુમતિ પ્રાપ્ત હોય ત્યાં, Snapchat, ઇમેઇલ, SMS અથવા અન્ય મેસેજીંગ પ્લેટફોર્મ્સ દ્વારા સંચાર મોકલવાનો સમાવેશ થઈ શકે છે; તેમાં બિન-Snapchattersને આમંત્રણો કે Snapchat સામગ્રી મોકલવાની અમારા ઉપયોગકર્તાની વિનંતી પૂર્ણ કરવાનો સમાવેશ પણ થઈ શકે છે.

મદદ મેળવો

જ્યારે તમે મદદ માંગો છો, ત્યારે અમે તમને બને તેટલી જલ્દી મદદ કરવા ઇચ્છીએ છીએ. તમને, Snapchatter સમુદાયને અને અમારા વ્યાવસાયિક ભાગીદારોને અમારી સેવા સંબંધિત સમસ્યાઓને ઉકેલવા માટે જરૂરી મદદ પ્રદાન કરવા માટે, અમારે ઘણીવાર જવાબ આપવા માટે અમે એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.

અમારી શરતો અને નીતિઓ લાગુ કરવી

અમે એકત્રિત કરેલા ડેટાનો ઉપયોગ અમે અમારી શરતો અને કાયદાનો અમલ કરવા માટે કરીએ છીએ. આમાં અમારી શરતો, નીતિઓ અથવા કાયદાનું ઉલ્લંઘન કરતા આચરણ વિશે તપાસ કરવાનો અને તે અંગે રિપોર્ટ કરવાનો, કાયદાનો અમલ કરાવનારી એજન્સીઓની વિનંતીઓનો જવાબ આપવાનો તથા કાનૂની આવશ્યકાતાઓનું પાલન કરવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે અમારી સેવાઓ પર ગેરકાનૂની સામગ્રી પોસ્ટ કરવામાં આવે, ત્યારે અમારે અમારી શરતો અને અન્ય નીતિઓનો અમલ કરવાની જરૂરી પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, કાયદાનો અમલ કરાવનારી એજન્સીઓની વિનંતીઓમાં સહકાર આપવા, સુરક્ષા સંબંધી સમસ્યાઓને કાયદાનો અમલ કરાવનારી એજન્સીઓ, ઔદ્યોગિક ભાગીદારો અથવા અન્યોને સોંપવા અથવા અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે, અમારે તમારી માહિતીનો ઉપયોગ કરવાની કે તેને શેર કરવાની જરૂર પડી શકે છે. વધુ જાણવા માટે, અમારો પારદર્શકતા અહેવાલ તપાસો.

અમે માહિતી કેવી રીતે શેર કરીએ છીએ

આ વિભાગમાં અમે કોની સાથે માહિતી શેર કરીએ છીએ, તે માહિતીમાં શેનો સમાવેશ થઈ શકે છે અને તે માહિતી શેર કરવાના કારણો તેમજ તે માહિતીને જે દેશમાંથી એકત્રિત કરવામાં આવી હતી તે દેશની બહાર તેને સ્થાનાંતરિત કરવાની અમારે ક્યારે જરૂર પડે છે તે બાબતો વિશે સમજાવવામાં આવ્યું છે.

પ્રાપ્તકર્તાઓ અને શેર કરવાના કારણો
  • Snapchat. તમને અને અમારા સમુદાયને અમારી સેવાઓ પ્રદાન કરવા માટે, અમે માહિતીને Snapchat પર તમારા મિત્રો સાથે અને અન્ય Snapchatters સાથે શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, સ્ટોરીઝ પર તમે જે સામગ્રી પોસ્ટ કરો તે જો તમે તમારા મિત્રોને પરવાનગી આપો તો તેઓ જોઈ શકે છે. કોણ જોઈ શકે અને શું અને ક્યારે તે વિશેના તમારા નિયંત્રણો માટેની તમારી સેટિંગ્સ અને તમારી માહિતી પર નિયંત્રણ વિભાગ જુઓ.

  • પરિવાર કેન્દ્ર પ્રતિભાગીઓ. જ્યારે તમે પરિવાર કેન્દ્રને સક્ષમ કરેલું હોય, ત્યારે અમે ખાતાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે વિશેની ઇનસાઇટ્સ પ્રદાન કરવા માટે કનેક્ટ કરેલા ખાતા વિશેની માહિતી શેર કરીએ છીએ, ઉદાહરણ તરીકે, Snapchat પર તમારા મિત્રો કોણ છે. અમે સંદેશની સામગ્રી શેર કરતા નથી. વધુ જાણો.

  • સાર્વજનિક. Snapchat પરની મોટા ભાગની સુવિધાઓ ખાનગી અને ફક્ત મિત્રો માટે જ હોય છે, પરંતુ અમે સાર્વજનિક સુવિધાઓ પણ ઑફર કરીએ છીએ જે તમને તમારી શ્રેષ્ઠ Snapsને વિશ્વને બતાવવા માટેની પસંદગી કરવાની પરવાનગી આપે છે, જેમ કે સ્પૉટલાઇટ, Snap Map, સમુદાય સ્ટોરીઝ અથવા તમારી સાર્વજનિક પ્રોફાઇલ. જ્યારે તમે આમ કરો, ત્યારે તે Snapsને Snapchatની બહાર પણ શોધી શકાય છે, ઉદાહરણ તરીકે વેબ પર. કેટલીક માહિતી, જેમ કે તમારું ઉપયોગકર્તાનામ, Bitmoji વગેરે સામાન્ય લોકો જોઈ શકે છે.

  • તૃતીય-પક્ષની ઍપ્સ. કેટલીકવાર અમે એવી સુવિધાઓ પ્રદાન કરીએ છીએ જે તમને તૃતીય-પક્ષની ઍપ્સ સાથે કનેક્ટ કરવાની પરવાનગી આપે છે. જો તમે તમારા Snapchat ખાતાને તૃતીય-પક્ષની ઍપ સાથે કનેક્ટ કરવાનું નક્કી કરશો, તો અમે તમે અમને જે કોઈ વધારાની માહિતી પર ડાયરેક્ટ કરશો તે માહિતીને અમે શેર કરીશું.

  • સેવા પ્રદાતાઓ. અમે તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી અમારા સેવા પ્રદાતાઓ સાથે શેર કરીએ છીએ જેઓ અમારા વતી તે માહિતી પર પ્રક્રિયા કરે છે.  ઉદાહરણ તરીકે, અમે ચૂકવણી સુલભ બનાવવા માટે અથવા જાહેરાતોનું પર્ફોર્મન્સ માપવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે આવા સેવા પ્રદાતાઓ પર આધાર રાખીએ છીએ. અમે તેમની સાથે ખાનગી સંચાર શેર કરતા નથી. અમે અંહી સેવા પ્રદાતાઓની શ્રેણીઓની સૂચિ જાળવીએ છીએ.

  • વ્યાવસાયિક અને સંકલિત ભાગીદારો. અમે સેવાઓ પ્રદાન કરવા માટે વ્યાવસાયિક અને સંકલિત ભાગીદારો સાથે તમારી પ્રવૃત્તિ વિશેની માહિતી શેર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ટેબલ આરક્ષિત કરવા માટે Snapchatની અંદર OpenTableનો ઉપયોગ કરી શકો છો. આમાં ખાનગી સંચારોનો સમાવેશ થતો નથી. અમે અંહી આ ભાગીદારોની સૂચિ જાળવીએ છીએ.

  • ઍન્ટિ-ફ્રોડ ભાગીદારો. અમે ડિવાઇસ અને ઉપયોગ સંબંધિત માહિતી જેવી તમારી પ્રવૃત્તિ વિશેની માહિતીને છેતરપિંડી અટકાવવા માટે કાર્ય કરતાં ઔદ્યોગિક ભાગીદારો સાથે શેર કરીએ છીએ.

  • કાનૂની, સુરક્ષા અને સલામતી સંબંધિત ભાગીદારો. અમે નીચે જણાવેલા કાનૂની, સુરક્ષા અને સલામતી સંબંધિત કારણોસર તમારી પ્રવૃત્તિ વિશેની માહિતીને જરૂર પ્રમાણે શેર કરીએ છીએ:

    • માન્ય કાનૂની પ્રક્રિયા, સરકારી વિનંતી અથવા લાગુ પડતા કાયદા, નિયમ કે વિનિયમનું પાલન કરવા માટે.

    • સેવાની શરતો તથા કોમ્યુનિટીના નિયમોના સંભવિત ભંગની તપાસ કરવી, સુધારવી અથવા લાગુ કરાવવી.

    • અમારા, અમારા વપરાશકર્તાઓના અને અન્યોના અધિકારો, સંપત્તિ અથવા સલામતીનું રક્ષણ કરવા માટે.

    • કોઈ પણ છેતરપિંડી અથવા સલામતી વિષયક સમસ્યાઓ ઓળખવા અને તેમનું સમાધાન કરવા માટે.

  • સહયોગીઓ. Snap Inc. એ અમારી માલિકીની વિભિન્ન ગૌણ કંપનીઓની બનેલી છે.  અમે અમારી સેવાઓ આપવાનું ચાલુ રાખવા માટે તે આંતરિક ગૌણ કંપનીઓ સાથે જરૂર પ્રમાણે તમારી માહિતી શેર કરી શકીએ છીએ.

  • મર્જર અથવા સંપાદનના હેતુઓ માટે. જો અમે કોઈ ખરીદાર અથવા સંભવિત ખરીદાર સાથે અમારા વ્યવસાયને વેચીએ અથવા વેચવા માટે વાટાઘાટો કરીએ, તો અમે તે વ્યવહારના ભાગ રૂપે તમારી વ્યક્તિગત માહિતીને ઉત્તરાધિકારી અથવા સહયોગીને સ્થાનાંતરિત કરી શકીએ છીએ.

સંકલિત ભાગીદારો

અમારી સેવાઓમાં અમારા સંકલિત ભાગીદારો દ્વારા ઑફર કરવામાં આવતી સામગ્રી અને સંકલનોનો સમાવેશ થઈ શકે છે. ઉદાહરણોમાં સ્કૅન પરિણામો અને તૃતીય-પક્ષ ડેવલપર સંકલનો પ્રદાન કરવા માટે લેન્સ, કૅમેરા સંપાદન ટૂલ્સમાંના સંકલનોનો સમાવેશ થાય છે. આ સંકલનોના માધ્યમથી, તમે સંકલિત ભાગીદારો તેમજ Snapને માહિતી પ્રદાન કરી રહ્યાં હોવ તેવું બની શકે છે. તે ભાગીદારો કેવી રીતે તમારી માહિતી એકત્રિત કરે છે અથવા ઉપયોગમાં લે છે તે અંગે અમે જવાબદાર નથી. હંમેશની જેમ, તમે જે કોઈ તૃતીય-પક્ષની સેવા કે મુલાકાત લો છો, તેમની પ્રાઇવસી પોલિસીઓની સમીક્ષા કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, જેમાં તમે અમારી સેવાઓ મારફતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે તૃતીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. તમે Snapchatમાં અમારા સંકલનો વિશે અંહી વધુ જાણી શકો છો.

iOS પર અમે લેન્સની ગુણવત્તામાં સુધારો કરવા માટે Appleના TrueDepth કૅમેરાનો ઉપયોગ કરીએ છીએ. નોંધો કે, જોકે આ માહિતીનો ઉપયોગ વાસ્તવિક સમયમાં થાય છે — પરંતુ અમે આ માહિતીને અમારા સર્વર્સ પર સંગ્રહિત કરતા નથી કે તેને તૃતીય પક્ષો સાથે શેર કરતા નથી.

આંતરરાષ્ટ્રીય ડેટા સ્થાનાંતરણો

અમારી સેવાઓ તમને વિશ્વભરમાં તમારા મિત્રો સાથે કનેક્ટ કરે છે. આને શક્ય બનાવવા માટે, અમે તમારી વ્યક્તિગત માહિતીને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી અથવા તમે રહેતા હોવ તેની બહારના દેશોમાંથી એકત્રિત કરી શકીએ છીએ, તેને ત્યાં સ્થાનાંતરિત કરી શકીએ છીએ અને સંગ્રહિત કરી શકીએ છીએ તથા તેની પર પ્રક્રિયા કરી શકીએ છીએ. જ્યારે પણ અમે તમે જ્યાં રહેતા હોવ તેની બહાર માહિતીને શેર કરીએ, ત્યારે અમે તમે રહેતા હોવ તે દેશના કાયદા પ્રમાણે આવશ્યક હોય તે મુજબ ડેટાનું રક્ષણ કરવા માટેના સુરક્ષાત્મક પગલાંઓ સુનિશ્ચિત કરીએ છીએ. જો તમે આના વિશે વધુ જાણવા માંગતા હોવ, તો વધુ વિગતો માટે ક્ષેત્ર વિશિષ્ટ માહિતી વિભાગ જુઓ.

અમે તમારી માહિતી કેટલો સમય રાખીએ છીએ

આ વિભાગમાં અમે તમને અમે કેટલા સમય સુધી તમારી માહિતી રાખીએ છીએ, અમે તમારી માહિતી શા માટે રાખીએ છીએ તે અંગેની માહિતી પ્રદાન કરીએ છીએ તથા એ પણ હાઇલાઇટ કરીએ છીએ કે અમારે કાયદાઓ, અદાલતો અને અન્ય કાનૂની ફરજોનું પાલન કરવા માટે તમારી માહિતીને કેવી રીતે રાખવાની જરૂર પડી શકે છે.

સામાન્ય નિયમ પ્રમાણે, અમે તમે અમને કહો ત્યાં સુધી માહિતીને રાખીએ છીએ તથા અન્યથા અમારી સેવાઓ પ્રદાન કરવા માટે અથવા કાયદા પ્રમાણે જરૂરી હોય તે મુજબ અમારે જરૂર હોય તેટલા સમય માટે રાખીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે યાદોમાં કંઈક સંગ્રહિત કરશો, તો અમે તેને તમારે જરૂર હશે ત્યાં સુધી રાખીશું, પરંતુ જ્યારે તમે કોઈ મિત્ર સાથે ચૅટ કરો છો, ત્યારે અમારી સિસ્ટમને તમારા મિત્ર તેને વાંચી લે ત્યારપછી 24 કલાકની અંદર (અથવા જોઈ લીધા પછી સ્વયંચાલિત રૂપે — તમારી સેટિંગ્સના આધારે) તમે મોકલો તે ચૅટ્સ ડિલીટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે તમારો ડેટા રાખીશું કે કેમ તે ચોક્કસ સુવિધા, તમારી સેટિંગ્સ અને તમે સેવાનો કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર આધારિત છે. તમારી માહિતીને કેટલા સમય સુધી રાખવી તે અંગેનો નિર્ણય લેતી વખતે અમે ધ્યાનમાં લઈએ છીએ તેવા વધુ પરિબળો અંહી આપ્યા છે:

  • જો અમારે અમારી સેવાઓ ઑપરેટ કરવા માટે અથવા પ્રદાન કરવા માટે માહિતીને જરૂર હોય. ઉદાહરણ તરીકે, તમારું ખાતું જાળવવા માટે — અમે તમારી મૂળભૂત ખાતા વિગતો સંગ્રહિત કરીએ છીએ — જેમ કે તમારું નામ, ફોન નંબર અને ઇમેઇલ સરનામું.

  • તમે અમારી સેવાઓ પાસેથી અપેક્ષા રાખો તે પ્રમાણેની વસ્તુઓ કરવા માટે અને અમે આ પ્રાઇવસી પોલિસીમાં વર્ણવ્યા પ્રમાણે. ઉદાહરણ તરીકે, મિત્રો એ તમારી જાતને અભિવ્યક્ત કરવાની ચાવીરૂપ બાબત હોવાથી, અમે તમારા મિત્રોની સૂચિ તમે અમને તેને ડિલીટ કરવાનું ન જણાવો ત્યાં સુધી જાળવીએ છીએ. આનાથી ઉલટું, Snapchatમાં મોકલવામાં આવતી Snaps અને ચૅટ્સને અમારી જાણમાં આવે કે તેમને બધા પ્રાપ્તકર્તાઓ દ્વારા ખોલવામાં આવી છે અથવા તેમની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે ત્યાર પછીના 24 કલાકમાં તેમને અમારા સર્વર્સ પરથી ડિફોલ્ટ રૂપે ડિલીટ કરવામાં આવશે, સિવાય કે તમે ડિફોલ્ટ સેટિંગ્સમાં ફેરફાર કર્યો હોય અથવા તમે કંઈક સાચવવાનું નક્કી કર્યું હોય, જે કિસ્સામાં અમે તમારી પસંદગીઓનું માન જાળવીશું.

  • માહિતી પોતે. ઉદાહરણ તરીકે, તમારા લોકેશન વિશેની માહિતી કેટલી ચોક્કસ છે અને તમે કઈ સેવાનો ઉપયોગ કરો છો તેના આધારે અમે લોકેશન સંબંધિત માહિતીને વિવિધ સમયગાળા માટે સંગ્રહિત કરીએ છીએ.
    જો લોકેશનની માહિતી Snap સાથે સંકળાયેલી હોય - જેમ કે યાદોમાં સાચવવામાં આવી હોય અથવા Snap નક્શા અથવા સ્પૉટલાઇટમાં પોસ્ટ કરવામાં આવી હોય - તો જ્યાં સુધી અમે Snap ને સંગ્રહ કરીને રાખીશું ત્યાં સુધી અમે તે લોકેશનને જાળવી રાખીશું. પ્રૉ ટીપ: તમારો ડેટા ડાઉનલોડ કરીને અમારી પાસે રહેલા તમારા સ્થાન ડેટાને તમે જોઈ શકો છો.

  • અમુક કાનૂની ફરજોનું પાલન કરવા માટે અમારે માહિતીને કેટલા સમય માટે જાળવી રાખવી જરૂરી છે.

  • જો અમારે તેની અન્ય કાયદેસરના હેતુઓ માટે જરૂર હોય, જેમ કે હાનિ અટકાવવા માટે, અમારી સેવાની શરતો કે અન્ય નીતિઓના સંભવિત ઉલ્લંઘનો વિશે તપાસ કરવા માટે, દુરુપયોગના અહેવાલોની તપાસ કરવા માટે અથવા અમારું કે અન્ય લોકોનું રક્ષણ કરવા માટે.

  • ઉત્પાદનો માટેના ચોક્કસ જાળવણી સમયગાળાઓ અંગેની વિગતો માટે અમારા ઉત્પાદન દ્વારા ગોપનીયતા પેજ અને મદદ કરો પેજ જુઓ.

જોકે અમારી સિસ્ટમને કેટલીક માહિતીને સ્વયંચાલિત રૂપે ડિલીટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, તેમ છતાં અમે ખાતરી આપી શકતા નથી કે ચોક્કસ સમયગાળા મુજબ તેને ડિલીટ કરવામાં આવશે.

કેટલાક કિસ્સાઓમાં અમારે તમારા ડેટાને સંગ્રહિત કરવા માટે કાનૂની આવશ્યકતાઓનું પાલન કરવાની જરૂર હોય છે જેના કારણે અમે તમારી માહિતી ડિલીટ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો અમને અદાલત તરફતી તમારી સામગ્રીની કૉપી રાખવાનું જણાવતી સૂચના પ્રાપ્ત થાય. અમારે તમારા ડેટાની કૉપી રાખવાની જરૂર પડી શકે તેના અન્ય કારણો એ છે કે જો અમને દુરુપયોગ અથવા શરતો કે નીતિ સંબંધિત અન્ય ઉલ્લંઘનોનો અહેવાલ પ્રાપ્ત થાય અથવા તમારા ખાતાને, તમારા દ્વારા બનાવાયેલી સામગ્રીને કે અન્ય Snapchatters સાથે બનાવાયેલી સામગ્રીને અન્ય લોકો અથવા અમારી સિસ્ટમ્સ દ્વારા દુરુપયોગ કે શરતો અથવા નીતિઓના અન્ય ઉલ્લંઘનો માટે ફ્લેગ કરવામાં આવ્યા હોય. અંતમાં, અમે મર્યાદિત સમયગાળા માટે અથવા કાયદા પ્રમાણે આવશ્યક હોય તે મુજબ અમુક માહિતીને બેકઅપમાં પણ રાખી શકીએ છીએ.

વિવિધ પ્રકારની સામગ્રીને અમે કેટલા સમય સુધી સંગ્રહિત કરીએ છીએ તે વિશેની નવીનતમ માહિતી માટે, અમારી સમર્થન સાઇટ તપાસો.

ક્ષેત્ર વિશિષ્ટ માહિતી

તમે ક્યાં રહો છો તેના આધારે તમારી પાસે વધારાના અધિકારો હોઈ શકે છે, આ વિભાગમાં ક્ષેત્ર વિશિષ્ટ માહિતી અંગે વધુ વિગતો પ્રદાન કરવામાં આવી છે.

અમે અમારી પોલિસીઓને શક્ય હોય તેટલી સરળ રાખવા માટે ખૂબ જ પ્રયાસ કરીએ છીએ, પરંતુ તમે ક્યાં રહો છો તેના આધારે તમારી પાસે કેટલા વધારાના અધિકારો હોય છે અથવા કેટલીક વિશિષ્ય માહિતી હોઈ શકે છે જેના વિશે તમારે જાણવું જોઈએ. કૃપા કરીને નીચે આપેલી યાદી પર નજર કરો અને જુઓ કે તેમાંની કોઈ તમને લાગુ પડે છે કે કેમ!

કેટલાક અધિકારક્ષેત્રો માટે જરૂરી છે કે અમે ચોક્કસ હેતુઓ માટે ડેટા પર પ્રક્રિયા કરવા માટે અમારો કાયદાકીય આધાર જણાવીએ. તમને તે માહિતી અહીં મળી શકે છે.

અમારા દર્શકો

અમારી સેવાઓ 13 વર્ષ અને તેથી વધુ ઉમંરની વ્યક્તિઓ માટે છે.

અમારી સેવાઓ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નથી અને તમારે અમારું એકાઉન્ટ ખોલાવવા માટે અને અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમે 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો તેની પુષ્ટિ કરવી આવશ્યક છે. જો અમારી જાણમાં આવશે કે તમે ખરેખર 13 વર્ષથી ઓછી ઉંમર (અથવા જો વધુ હોય, તો તમારા રાજ્ય, પ્રાંત અથવા દેશમાં માતાપિતાની સંમતિ વિના કોઈ વ્યક્તિ સેવાઓનો ઉપયોગ કરી શકે તેટલી લધુત્તમ ઉંમર) ધરાવો છો, તો અમે તમને સેવાઓ આપવાનું બંધ કરી દઈશું અને તમારું એકાઉન્ટ અને ડેટા હટાવી દઈશું.

ઉપરાંત, અમે 18 વર્ષથી ઓછી ઉંમરના Snapchattersની કેટલીક માહિતીને જે રીતે એકત્રિત કરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ અને સંગ્રહિત કરીએ છીએ તે બાબતને મર્યાદિત પણ કરી શકીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં, આનો અર્થ એ છે કે અમે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અમુક કાર્યક્ષમતાઓ પ્રદાન કરી શકીશું નહીં.

પ્રાઇવસી પોલિસી માટે અપડેટ

અમે અમારી પ્રાઇવસી પોલિસીને વખતો વખત અપડેટ કરી શકીએ છીએ અને જો અમે તેમાં કોઈપણ ફેરફારો કરીએ અને અમને લાગે કે તે તમારે જાણવા જોઈએ, તો અમે તમને અગાઉથી જાણ કરીશું.

અમે આ પ્રાઇવસી પોલિસીમાં સમયાંતરે ફેરફાર કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે કરીશું, ત્યારે અમે તમને એક યા બીજી રીતે જણાવીશું. કેટલીક વખત, અમે તમને અમારી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ પ્રાઇવસી પોલિસીની ટોચ પરની તારીખમાં ફેરફાર કરીને તમને જણાવીશું. કેટલીક વખત, અમે તમને વધારાની નોટિસ આપી શકીએ છીએ (જેમ કે અમારી વેબસાઇટ્સના હોમપેજમાં સ્ટેટમેન્ટ ઉમેરવા અથવા તમને એપ્લિકેશનની અંદરની સૂચના પ્રદાન કરવી).

અમારો સંપર્ક કરો

અહીં આપવામાં આવેલી માહિતી વિશે તમને કોઈ પ્રશ્નો છે? તમે અમારો અંહી સંપર્ક કરી શકો છો.