Tenorમાં Tenor મોબાઇલ ઍપ, http://tenor.com પર આવેલી Tenorની વેબસાઇટ, Tenor એક્સ્ટેન્શન અને Tenor APIનો સમાવેશ થાય છે. Tenor APIને ત્રીજા પક્ષના ડિવાઇસ અથવા સેવાઓ સાથે એકીકૃત કરવામાં આવી શકે છે, પણ Tenor સંબંધિત કોઈપણ સેવા Google દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
Tenorનો ઉપયોગ કરવા માટે, તમારે (1) Google સેવાની શરતો અને (2) Tenorની આ વધારાની શરતો "Tenorની વધારાની શરતો") સ્વીકારવી જરૂરી છે.
કૃપા કરીને આ બધા દસ્તાવેજો ધ્યાનથી વાંચો. સંયુક્ત રીતે, આ દસ્તાવેજો "શરતો" તરીકે ઓળખાય છે. અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમે અમારી પાસેથી શું અપેક્ષાઓ રાખી શકો છો અને અમે તમારી પાસેથી શું અપેક્ષાઓ રાખીએ છીએ તે આ દસ્તાવેજો પ્રસ્થાપિત કરે છે.
જો Tenorની આ વધારાની શરતો અને Google સેવાની શરતો વચ્ચે વિરોધાભાસ હોય, તો આ વધારાની શરતો Tenorનું સંચાલન કરશે.
જોકે આ શરતોનો ભાગ નથી, છતાં અમે તમને અમારી પ્રાઇવસી પૉલિસી વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તમે તમારી માહિતીને અપડેટ, મેનેજ, નિકાસ અને ડિલીટ કરવાની રીત વધુ સારી રીતે સમજી શકો.
1. તમારું કન્ટેન્ટ.
Tenor તમને તમારું કન્ટેન્ટ સબમિટ કરવાની, સ્ટોર કરવાની, મોકલવાની, મેળવવાની અથવા શેર કરવાની મંજૂરી આપે છે. Google સેવાની શરતોમાં વર્ણન કર્યા મુજબ, Googleને તમારા કન્ટેન્ટ માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે — તેથી જો તમે Tenor પર કન્ટેન્ટ અપલોડ કરો, તો અમે વપરાશકર્તાઓને તે કન્ટેન્ટ બતાવી શકીએ છીએ અને નિર્દેશ મળે ત્યારે તેને શેર કરી શકીએ છીએ તથા (Tenor API મારફતે કન્ટેન્ટ ઍક્સેસ કરતા વપરાશકર્તાઓ સહિત) એ વપરાશકર્તાઓ તે કન્ટેન્ટને જોઈ શકે છે, શેર કરી શકે છે અને તેમાં ફેરફાર કરી શકે છે.
2. પ્રતિબંધિત કન્ટેન્ટ.
2.1 તમે કોઈપણ વ્યાવસાયિક હેતુ માટે અથવા કોઈપણ ત્રીજા પક્ષના લાભ માટે Tenorનો ઉપયોગ ન કરો તે આવશ્યક છે.
2.2 અમે Googleની સેવાની શરતોમાં સ્પષ્ટતા આપીએ છીએ એ મુજબ, અમે દરેક વ્યકિત માટે આદરપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માગીએ છીએ. Tenorનો ઉપયોગ કરતી વખતે, તમારે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું અને Googleની સેવાની શરતોમાં વર્ણવેલા વર્તણૂકના મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને, Tenorનો ઉપયોગ કરતી વખતે, એ જરૂરી છે કે તમે:
a. એવું કોઈપણ કન્ટેન્ટ સબમિટ કે સ્ટોર ન કરો, ન મોકલો અથવા શેર ન કરો કે:
i.જે લાગુ થતા કાયદા અથવા અન્ય લોકોના હકોનું ઉલ્લંઘન કરતું હોય અથવા તેનું ઉલ્લંઘન કરતી વર્તણૂકને પ્રોત્સાહન આપતું હોય, જેમાં કોઈ અન્ય વ્યકિતના બૌદ્ધિક સંપદા હકોનો અથવા પ્રસિદ્ધિના કે પ્રાઇવસીના હકોનો ભંગ, દુરુપયોગ અથવા ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ શામેલ હોય;
ii.જેમાં કોઈપણ અન્ય વ્યક્તિના આગોતરા અધિકરણ વિના, તેમની વ્યક્તિગત અથવા સંપર્ક માહિતી શામેલ હોય;
iii.જે ગેરકાનૂની અથવા હાનિકારક પ્રવૃત્તિઓ અથવા પદાર્થોનો પ્રચાર કરતું હોય;
iv.જે કપટપૂર્ણ, ગેરમાર્ગે દોરતું કે છેતરામણું હોય;
v.જે ખોટું અથવા બદનક્ષીભર્યું હોય;
vi.જે અશ્લીલ અથવા પોર્નોગ્રાફિક હોય;
vii.જે કોઈપણ વ્યક્તિ કે ગ્રૂપ વિરુદ્ધ ભેદભાવ, ધર્માંધતા, જાતિવાદ, તિરસ્કાર, ઉત્પીડન અથવા નુકસાન માનવાલાયક હોય અથવા તેનો પ્રચાર કરતું હોય;
viii.જે હિંસક અથવા ધમકીભર્યું હોય અથવા કોઈ વ્યક્તિ, ગ્રૂપ કે સંસ્થા વિરુદ્ધ હિંસાનો અથવા તેમને ધમકાવતી પ્રવૃત્તિઓનો પ્રચાર કરતું હોય અથવા
b.જે કોઈપણ અનપેક્ષિત અથવા અનધિકૃત જાહેરાતો, પ્રમોશનલ કન્ટેન્ટ કે કમ્યુનિકેશન મોકલતું હોય, જેમાં ઇમેઇલ, મેઇલ, સ્પામ, શ્રૃંખલાબદ્ધ પત્રો અથવા અન્ય વિનંતીઓનો સમાવેશ થાય છે.
2.3 અયોગ્ય, ગેરકાનૂની કે અસંગત તરીકે જેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય એવા કોઈપણ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તેને કાઢી નાખવામાં આવી શકે છે. અમે અમારી સેવાઓ દ્વારા જનરેટ કે અપલોડ કરવામાં આવેલા કન્ટેન્ટને ઓળખવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ સિસ્ટમના સંયોજનનો ઉપયોગ કરીએ છીએ, જે આ શરતો અને Googleની સેવાની શરતો જેવી અમારી પૉલિસીઓ અથવા કાયદાનું ઉલ્લંઘન કરે છે. જોકે, અમે સમજીએ છીએ કે અમે પણ કેટલીકવાર ભૂલો કરીએ છીએ. જો તમને લાગતું હોય કે તમારા કન્ટેન્ટ દ્વારા આ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી કે પછી તેને ભૂલથી કાઢી નાખવામાં આવ્યું છે, તો તમે અપીલ કરી શકો છો.
તમને અમારી સેવાઓનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે અથવા તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કે સમાપ્ત કરવામાં આવી શકે છે, જો:
અમે એકાઉન્ટ શા માટે બંધ કરીએ છીએ અને જો અમે આમ કરીએ તો શું થાય, તેના વિશેની વધુ માહિતી માટે, સહાયતા કેન્દ્રમાંનો આ લેખ જુઓ. જો તમે માનતા હો કે તમારું Tenor એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ કે સમાપ્ત કરવામાં આવ્યું છે, તો તમે અપીલ કરી શકો છો.